ફાસ્ટેગની માથાકૂટઃ વાહન ફસાતાં ગુજરાતનાં આ મંત્રીએ ટોલનાકે તોફાન મચાવ્યું

ગોંડલઃ ૧૫મી જાન્યુઆરીથી ટોલનાકા ઉપર વાહન ચાલકો માટે ફાસ્ટેગનો ફરજિયાત અમલ શરૂ થયો છે, જેના કારણે ટોલનાકાઓ ઉપર લાંબી કતારો જામતાં વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

ફાસ્ટેગની માથાકૂટઃ વાહન ફસાતાં ગુજરાતનાં આ મંત્રીએ ટોલનાકે તોફાન મચાવ્યું ફરજિયાત ફાસ્ટેગની કતારમાં ગુરુવારે સવારે ૧૦ વાગ્યા આસપાસ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવેના ભરૂડી ટોલનાકા ઉપર રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પણ ફસાયા હતા, જોકે ભાજપ સરકારના મંત્રી જયેશ રાદડિયાએ અચાનક પિત્તો ગુમાવી ટોલ પ્લાઝાના અધિકારી-કર્મચારીઓ સાથે ઝઘડો કરી તોફાન મચાવ્યું હતું.

આમ મંત્રી જયેશે ટોલનાકા ઉપર તેમના પિતાની માફક તોફાન મચાવ્યું હતું. જયેશના પિતા સ્વ. વિઠ્ઠલ રાદડિયાએ તો જે તે વખતે ટોલ પ્લાઝાના કર્મચારીઓ ઉપર બંદૂક તાણી હતી. આ દ્રશ્યો જોઈ રોજિંદી મુસાફરી કરતાં સામાન્ય વાહન ચાલકોમાં એવો ગણગણાટ હતો કે, સરકારના આવા મંત્રીઓ ટોલનાકાઓ ઉપર જઈને સામાન્ય લોકોને ફાસ્ટેગથી પડતી હાલાકીનો તાગ કેમ મેળવતા નથી.

આ સમાચારને શેર કરો