Placeholder canvas

વાંકાનેર: પ્રતાપચોક ગરબી મંડળની લોક્ડાઉનમાં જરૂરતમંદો માટે અન્નસેવા

શહેરના પ્રતાપ ચોક વિસ્તારમાં આવેલી પ્રતાપ ચોક ગરબી મંડળના સભ્યો દ્વારા સ્વૈચ્છિક ફંડ એકત્ર કરી શહેર તથા આસપાસના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકો ભૂખ્યા ન સુવે તેની ચિંતા કરી જ્યારથી વાંકાનેરમાં લોક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારથી અન્ન સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.

આ સેવા યજ્ઞમાં ગરબી મંડળના સભ્યો દ્વારા ગરીબો માટેનું ભોજન પોતાના ઘરે જાતે જ બનાવી છકડો રીક્ષામાં ફરીને ભૂખ્યા પરિવારોની જઠરાગ્નિ ને ઠારી શ્રેષ્ઠ માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મંડળના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકાર દેશમાં કોરોના સામે લડી રહી છે તો તેને સમર્થન રૂપે અમો શહેરના ગરીબો અને જરૂરિયાતમંદો સુધી પહોંચી ઘરે ઘરે જઈ ભોજન પહોંચાડશે અને સાથે એવું પણ જણાવ્યું હતુ કે જ્યાં સુધી લોક ડાઉન ચાલશે કોરોના રૂપી રાક્ષસ પર સરકાર વિજય મેળવી લેશે ત્યાં સુધી અમો આ અન્ન સેવા યજ્ઞ ચાલુ રાખીશું..

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો