5 બુટલેગરોને હદપારીનો હુકમ કરતા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વાંકાનેર.
વાંકાનેર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વાંકાનેર તાલુકાના પાંચ બુટલેગરોને બાર મહિના માટે મોરબી, રાજકોટ શહેર અને જિલ્લા તેમજ સુરેન્દ્રનગર,કચ્છ ભુજ અને જામનગર જિલ્લાની હદમાંથી હદ પાર કરવાનો હુકમ કરેલ છે. જેમને તારીખ 29/1/ 2020 ના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવી હદપારીના હુકમની બજવણી કરીને હદ પાર કરવા તજવીજ કરેલ છે.
આ હદપારી થયેલ વાંકાનેરના કુલ પાંચ વ્યક્તિઓમાં 1-જેન્તીભાઈ મેરૂભાઈ સોલંકી જાતે દેવીપુજક ઉ.વ. 50 ગામ કોટડા નાયાણી તાલુકો વાકાનેર જીલ્લો મોરબી. 2- કાનાભાઈ વાસણા ભાઈ બાવરવા જાતે કોળી ઉ.વ. 24 ગામ માટેલ તાલુકો વાકાનેર જીલ્લો મોરબી. 3- સંજયભાઈ ધીરુભાઈ માણસુરિયા જાતે કોળી ઉ.વ.23 નીચી માંડલ તાલુકો જીલ્લો મોરબી મૂળ ગામ ડુંગરપુર તાલુકો હળવદ જીલ્લો મોરબી. 4- અરવિંદભાઈ લખુભાઇ ધંતુરીયા જાતે કોળી ઉ.વ. 34 ગામ જામસર તાલુકો વાકાનેર જીલ્લો મોરબી. 5- ઇનાયત ઐયુબભાઈ પીપરવાડીયા જાતે પીંજારા ઉ.વ. 21 લક્ષ્મી પરા શેરી નંબર 2 વાંકાનેર જીલ્લો મોરબી.
આ વાંકાનેરના પાંચેય શખ્સોને સબ મેજિસ્ટ્રેટના હુકમથી મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ ભુજ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવેલ છે. તેમને તાલુકા પોલીસ સ્ટેશનને લાવીને હુકમની બજવણી કરીને તે માટેની કાર્યવાહી કરીને તેમને હદપાર કરવામાં આવ્યા છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…