Placeholder canvas

સિરામીક ઉદ્યોગને રૂપિયા ભરવાનો હુકમ: આવકવેરા વિભાગ રાહત આપવા તૈયાર નથી.

મોરબીની 38 કંપનીઓ પ્રાઇવેટ લોનની સામે જે દસ્તાવેજો રજુ કરવાના હતા તે નિયત સમય મર્યાદામાં રજુ કરી ન શકતા આઇટી વિભાગ દ્વારા કરોડો રૂપિયાની ડીમાન્ડ કાઢવામાં આવી છે અને આ રકમ ભરવા માટેનો હુકમ પણ કરી દેવામાં આવ્યો છે.. પણ જરૂરી દસ્તાવેજો રજુ કરવા માટે ઓછો સમય આપવામાં આવ્યો હતો તેવું ઉદ્યોગકારોએ અગાઉ જણાવ્યું હતું અને હાલમાં જે કારખાનેદારોને રૂપિયા ભરવાના થાય છે તે અપીલમાં જવુ હોય તો હુકમના 20 ટકા જેટલી રકમ પણ ભરી શકે તેમ નથી. ત્યારે સીરામિક ઉધોગકારો દ્વારા કરોડો રૂપિયા ભરવાના આઈટી વિભાગના હુકમ સામે આઇટીમાંથી સ્ટે ઓર્ડર મેળવવા દોડધામ કરવામાં આવી રહી છે.

છેલ્લા ઘણા સમયથી સિરામિક ઉદ્યોગ ઓક્સિજન ઉપર આવી ગયો છે અને એક પછી એક ઘાત આવતી જ રહે છે જેથી ઉદ્યોગકારો મુશ્કેલીઓમાંથી બહાર આવી જ શકતા નથી. થોડા સમય પહેલા આઇ.ટી. વિભાગ દ્વારા વર્ષ 2016-2017 દરમ્યાન કાર્યરત કરવામાં આવેલા 38 જેટલા પ્રાઇવેટ લીમીટેડ સિરામિકના કારખાનાના માલિકો પાસેથી કરોડો રૂપિયા ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેથી ઉધોગકારોમાં દોડધામ મચી ગઇ છે અને જો ઉધોગકારોને આ રકમ ભરવાની થાય તો કેટલાક કારખાનેદારો આર્થીક ભીસમાં આવી જશે. આ મુદે સિરામિક એસો.ના પ્રમુખોની હાજરીમાં રાજકોટ રેન્જના જોઇન્ટ કમિશ્નરને રજુઆત કરીને અપીલમાં જવા માટે જે રકમ ઉદ્યોગકારોને ભરવાની થાય છે તે રકમમાં રહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

વર્ષ 2016-17ની આસપાસમાં કાર્યરત કરવામાં આવેલ મોરબી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શેર હોલ્ડરો દ્વારા જે મૂડી તેઓની કંપનીમાં રોકવામાં આવી છે તે રકમ ક્યાંથી આવી હતી તેના માટેના પુરાવા આઈટી વિભાગ દ્વારા ઉધોગકારો પાસેથી માંગવામાં આવ્યા હતા તે નિયત સમય મર્યાદામાં ઉધોગકારો દ્વારા રજુ કરવામાં આવ્યા ના હતા જેથી 38 ઉધોગકારોને 1થી 10 કરોડ સુધીની રકમ ભરવા માટેનો હુકમ આઇટી વિભાગ દ્વારા કરી દેવામાં આવ્યો હતો માટે ઉદ્યોગકારો દોડતા થઇ ગયા છે અને મોરબીના સીરામિક ઉધોગકારોને જે કરોડો રૂપિયા ભરવા માટેનો હુકમ કરી દેવામાં આવ્યો છે તેની સામે આઇટીમાંથી સ્ટે ઓર્ડર મેળવવા માટેની દોડધામ ચાલી રહી છે.

આ સમાચારને શેર કરો