વાંકાનેર: વીરપરમાંથી રહેણાંકના મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ !

વાંકાનેર પોલીસે ચોક્કસ બાતમીને આધારે વીરપર ગામે રહેણાંક મકાનમાં દરોડા પાડીને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે અને દેશી પીવાના દારૂ ગાળવાની ભઠ્ઠી,દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો, બેરલ સહીતનો મુદામાલ જપ્ત કર્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પોલીસે ચોક્કસ બાતમીને આધારે વીરપર ગામે આરોપી મહીપત ચતુરભાઇ દેકાવાડીયાના રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં દેશી પીવાનો દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૬૦૦ કિમત રૂપિયા ૧,૨૦૦ તથા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો કિમત રૂપિયા -૨,૬૧૦મળી કુલ કિમત રૂપિયા ૩,૮૧૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે આરોપી મહીપત રેઇડ દરમ્યાન નહીં મળી આવતા પોલીસે તમામ મુદામાલ જપ્ત કરી પ્રોહી. એકટ કલમ-૬૫(બી),(સી),(ડી),(એફ) મુજબ ગુનો નોંધીને આરોપી મહીપતને કાયદાના સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.
