ટંકારા: ખતરનાક જંતુનાશક બંધ કરો: એફ્પ્રો દ્રારા લોકજાગૃતિ અભિયાન

By Jayesh bhatasaniya-Tankara એફપ્રો સંસ્થા દ્વારા ટંકારા તાલુકાના ૧૫ ગામોમાં મોનોકોટોફોસ અને લાલ લેબલ વાળી દવા બંધ કરવા માટે ત્રિદિવસીય કેમ્પેન નુ આયોજન કરવામાં આવ્યું. જેમાં ખેડૂતોએ આ ઘાતક દવા પોતાના ખેતરમાં ન ઉપયોગ કરવાના શપથ લીધા હતા.

એક્શન ફોર ફ્રૂટ પ્રોડક્શન અને BCI બેટર કોટન ઈનિસિએટિવ ગાઈડલાઈન મુજબ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ ટંકારા તાલુકાના 15 ગામો મા ખેડૂતો. મહિલાઓ. બાળકો. અને ખેત મજૂરો માટે કામ કરી રહી છે જે અંતર્ગત ગુરૂ શુક શનિ એમ ત્રિદિવસીય મોનોકોટોફોસ બંધ કરાવવા ના કેમ્પેન ગામડે ગામડા અને ખેતરો ખુદીં ખેડુતો સુધી પહોંચી આ લાલ લેબલ વાળી દવાની ઘાતકતા અને WHO દ્વારા 112 દેશોમાં પ્રતિબંધિત અને ભારતમાં 2005 થી ખાદ્ય ચીજો પર જેનો વપરાશ કરવો ગુનો બને છે એવી મોનોકોટોફોસ દવા બંધ કરાવવા માટે સમજાવ્યા હતા.

સામે જાગૃત ખેડૂતો આ દવા વર્ષોથી એના ખેતરમાં ઉપયોગ નથી કરતા અને ઉપયોગ પણ નથી કરવા દેતા ની જાણકારી આપી હતી ખેડૂતોએ જણાવ્યું હતું કે કેન્સર. ચામડીના રોગો. મંદબુદ્ધિના બાળકો. અને અન્ય ગંભીર એવી બીમારીઓ મોનોકોટો દવા થી થતી હોય જેથી અમે આ દવાનો ઉપયોગ કરતા નથી અન્ય ખેડૂતો આ દવા વાપરતા હતા તેમને સંસ્થા દ્વારા યોગ્ય માહીતી આપતા આ દવા ન ઉપયોગ કરવાના શપથ પણ લીધા હતા. આ ઉપરાંત દંવાછંટકાવતી વખતે રાખવા ની કાળજી ડેમો દેખાડી માહીતગાર કર્યા હતા.

આ કેમ્પેન માં પ્રોજેકટ મેનેજર નિતીન બંસલ ના માર્ગદર્શન મા ટંકારા ના પ્રોજેક્ટ મેનેજર કિશનભાઇ વાળા ff આશિફ ભાઈ . બાદી ભાઈ જયેશભાઈ નીતાબેન. રક્ષાબેન. પરેશભાઈ તેમજ જાગુત ખેડુતો સહીત ના કેમપેન મા જોડાયા હતા.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો