Placeholder canvas

બે દિવસ ભારે વરસાદની આગાહી: મધ્યગુજરાતને ઘમરોળશે મેહુલિયો…

આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની છે,એના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે.આજે અને આવતીકાલે રાજ્યભરમાં વરસાદ રહેશે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે,આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. રાજ્યના અમુક જિલ્લાના ભાગોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે.મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગાંધીનગર,અમદાવાદ,આણંદ,પંચમહાલ,દાહોદ,મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં થંડર સ્ટોમ એક્ટિવિટી થશે.20 ઓગસ્ટના ડાંગ, નર્મદા, છોટાઉદેપુર,નવસારી,વલસાડ,દમણ,દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. 21 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

આ સમાચારને શેર કરો