skip to content

ડિટેઇન કરેલા વાહનો મુક્ત કરવાની કાર્યવાહી શરૂ થયે વાહન ચાલકોને જાણ કરાશે -એસપી

લોકડાઉન ભંગ બદલ જે વાહનો પોલીસે ડિટેઇન કર્યા હોય તે વાહનો છોડી મુકવા માટે હેડ કોન્સ્ટેબલ ઉપરના પોલીસ કર્મચારીઓને રાજ્ય સરકારે કાર્યવાહી સોંપવાનો આદેશ કર્યો છે. ત્યારે આ બાબતે મોરબી એસીપીએ એવી સ્પષ્ટતા કરી હતી કે, સરકારના આ આદેશનો હજુ સુધી સત્તાવાર પરિપત્ર કે ગાઈડ લાઈન આવી નથી. આ ગાઈડ લાઈન આવી જશે એટલે ડિટેઇન કરાયેલા વાહનો છોડી મૂકાશે. આથી હાલ લોકોએ પોતાના ડિટેઇન થયેલા વાહનો છોડાવવા માટે જે તે પોલીસ સ્ટેશને ધક્કો ખાવો નહીં.

લોકડાઉન ભંગ બદલ પોલીસ જે લોકોના વાહનો ડિટેઇન કર્યા છે, તેને છોડી મુકવા માટે પોલીસને જે સત્તા આપતો રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. તે અંગેનો રાજ્ય સરકાર તરફથી સત્તાવાર પરિપત્ર કે ગાઈડ લાઈન આવશે પછી જ ડિટેઇન થયેલા વાહનો છોડી મુકવાની કાર્યવાહી શરૂ થશે. આથી હાલ લોકોએ પોતાના વાહનો છોડાવવા માટે પોલીસ સ્ટેશને આવવું નહિ. જે લોકોના વાહનો ડિટેઇન કર્યા છે તે લોકોને પોલીસ સામેથી ફોન કરીને બોલાવશે. ત્યારે જ એ લોકોએ વાહનો છોડાવવા આવવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના સમાચાર અખબારમાં આવતા આજે લોકો પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં પહોંચ્યા હતા પરંતુ હજી સુધી સરકારની કોઈ ગાઇડલાઇન પોલીસ સુધી પહોંચી ન હોવાથી લોકોને ધક્કા થયા હતા અને ક્યારે છોડશે તેમને પૂછપરછ કરતાં જોવા મળ્યા હતા.

કપ્તાનની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો… એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો