વાંકાનેર તાલુકાના જાલી ગામને સેનેટાઈઝેશન કરાયું
By Arif diwan
હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોનાવાયરસ અંતર્ગત સમગ્ર ગુજરાતમા સરકાર દ્વારા સાવચેતીના પગલારૂપે સમગ્ર ગુજરાતના શહેર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે વાંકાનેર તાલુકાના જાલી ગામ ખાતે તારીખ 10 /4 /2020 ના રોજ દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો.
જાલી ગામમાં દવાનો છંટકાવ કરતા હતા ત્યારે આ કામગીરીમાં તાલુકા પંચાયતના મહિલા સદસ્ય જયાબેન રઘુભાઈ અબાસાણીયા અને મહિલા સરપંચ રંજુબેન પ્રવીણભાઈ સહિતના હાજર રહ્યા હતા જેમાં આરોગ્ય વિભાગમાંથી શૈલેષભાઈ મેર અને જાલી ગામ પંચાયતના સભ્યો હોદ્દેદારો હાજર રહ્યા હતા.
સમગ્ર જાલી ગામ ખાતે દરેક વોર્ડમાં દવાનો છંટકાવ કરવામાં આવેલ સેને ટાઈઝેશન ક્યું હતૉ જેમાં લોકો આ ગંભીર કોરોના રોગનો ભોગ ન બને એવી તકેદારીના ભાગ રૂપે કાર્ય કર્યું હતુ.
કપ્તાનની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો… એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews