Placeholder canvas

વાંકાનેર: તરકીયા ગામની યુવતિએ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તરકિયા ગામે ઝેરી દવા પી લેનાર યુવતીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના તરકીયા ગામે રહેતી નીરૂબેન રામજીભાઇ ખીમાણીયા ઉ.વ. ૧૮ નામની યુવતીએ ગત તા.૫ ના પોતાની વાડીએ કોઇ કારણસર ઝેરી દવા પી જતા તેણીને પ્રથમ વાંકાનેરની કુંજ હોસ્પીટલ ખાતે સારવાર લઇ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ હતી. જ્યા તેણીનું તા.૯ ના રોજ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

આ સમાચારને શેર કરો