વાંકાનેરમાં વર્લી ફીચરનો જુગાર રમતો એક પકડાયો

વાંકાનેર : વાંકાનેરમાં વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ પકડાયો છે. આ શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 4ના રોજ વાંકાનેરમાં માર્કેટ ચોક નજીક જીતેન્દ્રભાઇ વાડીલાલ શાહને વર્લી ફીચરના આંકડા લખી નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે રેઈડ દરમ્યાન વર્લી ફીચરનુ સાહીત્ય, રોકડ રૂપીયા 1500 તથા એક સાદો મોબાઇલ ફોન મળી કુલ રૂપીયા 2000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપી જીતેન્દ્રની અટકાયત કરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •