Placeholder canvas

કાકા-ભત્રીજા પર પાંચ શખ્સો તૂટી પડ્યા : ઘટના કેમેરામાં કેદ

રાજકોટ: વાણિયાવાડી મેઇન રોડ પર આવેલ ચા અને પાનની દુકાને પાંચ શખ્સોએ વેપારી અને તેના ભત્રીજા ઉપર હુમલો કરતા ઘટના કેમેરામાં કેદ થઇ હતી જે અંગે ભકિતનગર પોલીસ મથકે પાંચ આરોપી સામે ફરિયાદ દાખલ થઇ છે.

આ અંગે ફરિયાદી દિગ્વિજયસિંહ ગંભીરસિંહ પરમાર (કારડીયા રાજપૂત, ઉ.વ.ર3)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું સહકાર મેઇન રોડ પર રઘુવીર સોસાયટીમાં રહું છું. ગઇકાલે રાત્રે મારી દુકાને હાજર હતો ત્યારે એક અજાણ્યા શખ્સે આવી પાણીની બોટલ લીધી હતી અને ચા પીધી હતી. તે વખતે દુકાને મારા કાકા વનરાજસિંહ બેઠા હતા.

જેને તત્કાલ બાકીના પૈસા આપવાનું કહેતા બીજા ગ્રાહક હોવાથી વનરાજસિંહે રાહ જોવાનું કહ્યું હતું. તે શખ્સે મને પહેલા પૈસા આપો તેમ કહી અને મને તુંકારો કેમ આપ્યો તેમ કહી ઝઘડો કર્યો હતો અને ફોન કરી બીજા શખ્સોને બોલાવ્યા હતા.

થોડીવારમાં જ 80 ફુટ રોડ પર મિલન ચાપડી-ઉંધીયુના નામે ધંધો કરતા નારૂભાઇ કાઠી બીજા ત્રણ શખ્સો સાથે અમારી દુકાને આવ્યા હતા અને પાંચેય શખ્સોએ મને અને મારા કાકાને ફડાકા ઝીંકી ચાનો કીટલો મારી દુકાનમાં તોડફોડ કરી હતી. ભકિતનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.

આ સમાચારને શેર કરો