Placeholder canvas

દારૂ પીવાનાં કેસમાં આરોપીને છ મહિનાની સજા ફટકારતી વાંકાનેર કોર્ટ….

ગુજરાતમાં દારૂના સમાચાર વગરનો કોઈ દિવસ જોવા ન મળે, પિયાસી લોકો પણ પીધા પછી પકડાવવામાં શોભ કે ડર અનુભવતા નથી તેવા પિયાસી પ્લાન સોડિયાવ હવે ચેતી જજો… નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા આવા બનાવોમાં દાખલારૂપ ઉદાહરણ બેસાડતાં દારૂ પીવાના કેસમાં એક આરોપીને છ મહિનાની કેદની સજા સાથે રૂ. 1000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

મળેલી માહિતી મુજબ વર્ષ 2018માં વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા સચિન રસિકભાઈ ગોહિલ નામનો શખ્સ દારૂ પી છાકટો બની તોફાન કરતો હોય, જેથી વાંકાનેર સીટી પોલીસ મથકના પોલીસ કર્મચારી આર. એચ. જાડેજાએ ફરિયાદી બની આરોપી સામે ફરિયાદ નોંધી હોય જે કેસ નામદાર વાંકાનેર જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ એસ. કે. પટેલની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ. બી. સોલંકીની ધારદાર દલીલો અને બ્લડ સેમ્પલમાં આવેલા આલ્કોહોલના પુરાવાને ધ્યાને લઈ આરોપી સચિન રસિકભાઈ ગોહિલને છ મહિનાની કેદની સજા તેમજ રૂ. 1000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ સમાચારને શેર કરો