વાલાસણ: દવાખાનું કેમ બંધ કરી દીધું? કહી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી
વાંકાનેર : વાંકાનેર તાલુકા વાલાસણ ગામે સરકારી દવાખાનું બંધ થઈ જવા મામલે ત્રણ શખ્સોએ સરકારી કર્મચારીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવની સરકારી દવાખાનાના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી સાગરભાઇ લક્ષ્મણભાઇ સંધા (રહે. હાલ વાલાસણ, સરકારી દવાખાનાના કવાટર્રમાં તા. વાંકાનેર મુળ ગામ બગધરા તા. જામજોધપુર જી. જામનગર) વાળાએ આરોપીઓ સમીરભાઇ આદમભાઇ સંધી (રહે. ગામ વાલાસણ તા. વાંકાનેર) અને તેની સાથે આવેલ બીજા બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે તા. ૩૦ ના રોજ વાલાસણ ગામે આરોપીઓ હાલેના કોરોના વાયરસ સંબંધે જાહેરનામુ અમલમાં હોય તેમ છતા જાહેર જગ્યાએ ધોકા સાથે આવી એકસંપ કરી ફરીયાદીને દવાખાનુ બંધ કરી દિધેલ છે. તેમ કહેતા ફરીયાદીએ હા કહેલ અને કોઇ ઇમરજન્સી હોય તો ખોલુ તેમ કહેતા આરોપીઓને સારુ નહી લાગતા ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓ સામે કોરોના વાયરસ સંબંધી જાહેરનામાના ભંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.