Placeholder canvas

વાંકાનેરના વૃદ્ધનું રાજકોટ સારવાર દરમિયાન મોત કૉરૉના ટેસ્ટ માટે સેમ્પલ મોકલાવેલ છે: રિપોર્ટ બાકી

મૃતક જૂની બીમારીઓથી પીડાતા હતા તે કોરોના પોઝીટીવ હોવાનુ કન્ફર્મ નથી તેમનું સેમ્પલ લઇને લેબમાં મોકલવામાં આવેલ છે. જેમનો રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવશે…

વાંકાનેર : વાંકાનેરના એક વૃદ્ધને અન્ય જૂની બીમારીની સાથે કોરોનાના શંકાસ્પદ લક્ષણો હતા અને તેમનું રાજકોટ સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે મૃતકના સેમ્પલ લઈ કોરોનાના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે અને સાંજ સુધીમાં મૃતકના કોરોના રિપોર્ટ આવશે. આરોગ્ય વિભાગે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વાંકાનેરના 65 વર્ષના વૃદ્ધ જૂની બીમારીઓથી પીડાતા હતા. જો કે તેમની બહારના પ્રવાસની હિસ્ટ્રી નથી અને તેઓ કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં પણ આવ્યા નથી.

આ મૃતક મોટી ઉંમરના હોય તેમને જૂની બીમારીઓ અને શરદી, ઉધરસ, તાવની બીમારીઓ હોવાથી રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે આરોગ્ય તંત્રએ તકેદારીના ભાગરૂપે મૃતકના સેમ્પલ લઈને કોરોના રિપોર્ટ માટે જામનગર મોકલાવમાં આવ્યા છે. જે આજ સાંજ સુધીમાં મૃતકના કોરોનાના રિપોર્ટ આવવાની શક્યતા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો