સીંધાવદરમાં એક યુવકે દારૂ છોડવાને બદલે જિંદગી ખત્મ કરવી પસંદ કરી…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામમાં ધારાસિંહ શંકરસિંહ વસુનીયા (ઉ.વ.૩૦) વાળો પોતાના પરીવાર સાથે આઠેક દિવસથી આવી ખેત મજુરી કામ કરતો હોય, જેને આગાઉ દારુ પીવાની આદત હોય. જેથી, અહિંયા દારુ પીવા અંગે તેના પત્નિએ ના પાડી હતી. જે અંગે તેને સારૂ નહી લાગતા મનમા લાગી આવ્યું હતું. અને તા. 30 માર્ચના રોજ તેઓએ ક્ષણીક આવેશમા આવી જઇ જાતે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે બનાવની વિગત નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો