વાંકાનેરના વઘાસીયા ગામે સરકારી શાળામાંથી લેપટોપની ચોરી

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાને તસ્કરોએ નિશાન બનાવી હતી અને આ શાળાના રૂમના તાળાં તોડીને રૂમમાં પડેલ ૧૫ હજારની કિંમતના લેપટોપની ચોરી થયેલ છે. શાળાના આચાર્ય દ્વારા હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય અલ્પેશભાઈ ભીખુભાઈ દેશાણી જાતે રામનંદુ સાધુ (ઉમર ૪૫)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે તેઓની સરકારી શાળામાં ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે સરકારી શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ ૨૦૧૭માં એસાર કંપનીનું લેપટોપ આપવામાં આવ્યું હતું જેની હાલની કિંમત ૧૫,૦૦૦ રૂપિયા થાય તે લેપટોપની કોઈ ચોરી કરી ગયેલ છે. શાળાના આચાર્યએ હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો