Placeholder canvas

મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર…

18 વિરીદ્ધ 2 થી અવિશ્વાસની દરખાસ્ત પસાર કરીને પ્રમુખને હટાવ્યા

મોરબી : મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા જેથી તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્યોએ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. આથી, પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મામલે આજે તાલુકા પંચાયતમાં ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના સભ્યોએ બહુમતીના જોરે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરીને પ્રમુખને હટાવ્યા હતા.

મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હસરાજભાઈ પંચોટીયા થોડા સમય પહેલા ભજપમાં જોડાયા હતા. આથી, આ પ્રમુખને હટાવવા માટે તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્યોએ તેમની સામે અવિશ્વાસ દરખાસ્ત મૂકી હતી. પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મામલે આજે તાલુકા પંચાયતમાં ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જો કે તાલુકા પંચાયતની કુલ 26 સીટ છે. તાલુકા પંચાયતના પ્રમુખ ભાજપમાં જોડતા હવે કોંગ્રેસની 21માંથી હાલ 20 રહી છે. જો કે ભાજપ પાસે પાંચ સીટ હતી. તેમાંથી એક સભ્ય સસ્પેન્ડ થયા છે. તેથી, ભાજપ પાસે હવે 4 સીટ રહી છે.

ત્યારે આજની સામાન્ય સભામાં કોંગ્રેસના 18 સભ્યો અને ભાજપમાંથી પ્રમુખ હંસરાજભાઈ પંચોટીયા અને વિક્રમસિંહ ઝાલા એમ બે સભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસના સભ્યોએ 18 વિરુદ્ધ 2 થી પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરીને તેમને પ્રમુખ પદેથી હટાવી દીધા છે.

આ સમાચારને શેર કરો