skip to content

મોરબીમાં આજે મેઘરાજા મન મુકીને વરસ્યા

મોરબી : મોરબી શહેરમાં આજે મેઘરાજા મન મુકીને વરસયા છે. આજે સવારના 8 થી સાંજના 6 વાગ્યા સુધીમાં મોરબી-1માં આવેલી પાલિકા કચેરીના વરસાદ માપક યંત્રમાં 5 ઇંચથી વધુ અને મોરબી-2માં આવેલી મામલતદાર કચેરીના વરસાદ માપક યંત્રમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. ટંકારા અને માળિયામાં એક-એક ઇંચ વરસાદ પડ્યો છે.જ્યારે હળવદમાં માત્ર ઝાપટું નોંધાયું છે.

સવારના 6થી સાંજે 6 સુધીનો વરસાદ

મોરબી-1 : 133 મીમી (મોરબી નગરપાલિકા કચેરી)
મોરબી-2 : 71 મિમી (કલેકટર કચેરી,મોરબી-2)
વાંકાનેર – 16 મિમી
હળવદ – 4 મિમી
ટંકારા – 25 મિમી
માળિયા – 25 મિમી

આ સમાચારને શેર કરો