વાંકાનેરના જુના વઘાસીયા ગામે વૃદ્ધનો ગળેફાંસો ખાઈ આપઘાત
વાંકાનેર : વાંકાનેરના જુના વઘાસીયા ગામે વૃદ્ધે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના જુના વઘાસીયા ગામે રહેતા સેલાભાઇ જેહાભાઇ બાંભવા (ઉ.વ. ૬૦) નામના વૃદ્ધે ગઈકાલે તા.૨૦ ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. બાદમાં તેમના મૃતદેહને વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.