સીંધાવદરમાં પરપ્રાંતીય મજુરે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામમાં રહેતા પરપ્રાંતીય મજુરે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવની નોંધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

સીંધાવદર ગામમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા રમેશભાઇ ગંડાલાલ ભુરીયા (ઉ.વ. 40, મુળ રહે. બંદાપુર લટાવદી, તા. મેશવર, જી. બરગોન, એમ.પી.)ને છેલ્લા 10-12 દિવસથી મગજની તકલીફ રહેતી હતી. જેના કારણે તેમણે તા. 19ના રોજ પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી. તેમને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. બાદમાં વધુ સારવાર અર્થે બેભાન હાલતમાં રાજકોટની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગઈકાલે તા. 20ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ સમાચારને શેર કરો