Placeholder canvas

હળવદ: રાણેપર ગામે કઠોળા પર બેઠેલા કાકા-ભત્રીજી નીચે પટકાતા કાકાનું મોત

હળવદ તાલુકાના રાણેપર ગામે કઠોળા પર બેઠેલા કાકા-ભત્રીજી કઠોળો તૂટીપડતા બંને નીચે ફટકાયા હતા. જેમાં કાકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ભત્રીજીને ઈજાઓ પહોંચતા હળવદ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મળેલી માહિતી મુજબ હળવદ પંથકમાં ગુરૂવારના રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા પ્રવીણભાઈ સામતભાઈ બાબરીયા ઉંમર વર્ષ 36 અને તેમની સાત વર્ષની ભત્રીજી વિદ્યા તેઓના ધાબા પરના કઠોળા પર બેઠા હતા ત્યારે ઓચિંતા કઠોળો તૂટી પડતા બંને નીચે રહેલ પતરાના ઢારીયા પર પડ્યા હતા.તેની સાથે જ કઠોળાના પથ્થરો પણ માથે પડતા પ્રવીણભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે તેઓની ભત્રીજી વિદ્યાને પણ ઈજા પહોંચી હોય પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો