Placeholder canvas

રાજકોટમાં માતાની હાજરીમાં યુવકે સગીર દીકરીનો હાથ પકડી બીભત્સ છેડતી કરી…

રાજકોટ શહેરમાં સગીરા ઉપર નજર બગાડી યુવકે આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં માતાની હાજરીમાં જ માતાના મિત્રએ સગીરાનો હાથ પકડી બીભત્સ છેડતી કરી હતી. આ મામલે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેરના કોઠારિયા રોડ ઉપર રહેતી સગીરાના પિતાએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મિલન ઉર્ફે મૌલિક રમેશ સારીખડા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તેની પત્ની 13 વર્ષની દીકરી અને અન્ય બાળકોને લઈને નાના મવા સર્કલ નજીક ચાલી રહેલા મેળામાં ગઈ હતી. તેની સાથે તેનો મિત્ર મિલન પણ આવ્યો હતો. મેળામાં ગયા બાદ સાંજે રિક્ષામાં કોર્પોરેશન ચોકમાં આવેલ ગેસ્ટહાઉસમાં આવ્યા હતા અને ત્યાં જમવા બેઠા હતા. ત્યારે આરોપીએ સગીરા ઉપર નજર બગાડી હતી અને માતાની હાજરીમાં જ દીકરીનો હાથ પકડી બીભત્સ છેડતી કરી હતી. ​​​​​​​

ડઘાઈ ગયેલી દીકરી હોટલની બહાર નીકળી ગઈ હતી અને એક રિક્ષાચાલકની મદદથી ભાઈ સાથે વાત કરી ઘર સુધી પહોંચી હતી. જે બાદ પિતાને સમગ્ર હકીકત વર્ણવતા પિતાએ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. એ ડીવીઝન પોલીસે પીડિતાના પિતાની ફરિયાદના આધારે છેડતી, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો