વાંકાનેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા બે શખ્સો પકડાયા
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ દ્વારા શહેરમાં જુગાર રમતા બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ રોકડ રૂ. 4,200 કબ્જે કરવામાં આવેલ હતી.
ગઈકાલે વાંકાનેર સીટી પોલીસ દ્વારા શહેરમાં સ્ટેચ્યુ ચોકમાં પેટ્રોલ પંપ પાસે નરશીભાઇ તળશીભાઇ તાવીયા (ઉ.વ. ૮૧, રહે. વાંકાનેર, કુંભાર પરા શેરી નં.૬, રામાપીરના મંદીર પાસે) તથા નરેન્દ્રભાઇ હીરાલાલ પેથાણી (ઉ.વ. ૫૭, રહે. વિજય ટોકીઝ પાસે, રાવળ શેરી)ને ગેરકાયદેસર રીતે નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ તેઓ પાસેથી કુલ રોકડા રૂ. 4,200 કબ્જે કરવામાં આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.