દલડી પાસેથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા દલડી ગામથી આગળ વાંકાનેર તરફ પાવરહાઉસ પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સો ઝડપાયા હતા. જેમાંથી 1 શખ્સ સગીર વયનો હોવાથી તેને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી.
ગઈકાલે તા. 2ના રોજ તાલુકા પોલીસ દ્વારા વાંકાનેરના દલડી ગામથી આગળ વાંકાનેર તરફ પાવરહાઉસ પાસેથી વાંકાનેરમાં ઓમ શાંતીની બાજુમા પરશુરામ પોટ્રી વિસ્તારમાં રહેતા 17 વર્ષીય મયુરભાઈ જયેશભાઈ બદ્રકીયા તથા દલડી ગામમાં રહી મજૂરી કામ કરતા 23 વર્ષીય વિપુલભાઈ અંરવીંદભાઈ સોંલકી પાસેથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદાથી રાખેલ ભારતીય બનાવટનો પરપ્રાતીય અંગ્રેજી દારૂ પ્લાસ્ટીકની બોટલો નંગ 2, કિ.રૂ. 600 ના મુદામાલ મળી આવ્યો હતો.
પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. આ બનાવનો આરોપી મયુરની ઉંમર 18 વર્ષ પુર્ણ થતી ન હોવાથી તેની અટક કરી શકાય તેમ ન હતી. જેથી, તેને પોલીસ સ્ટેશન લાવી તેના વાલી વારસને બોલાવી પોલીસ બોલાવે ત્યારે હાજર રેહવાની નોટીસ આપી તેને પોતાના વાલી વારસને સોંપવામાં આવ્યો હતો. તેમજ અન્ય આરોપી વિપુલની અટકાયત કરવામાં આવી હતી.