મોરબી: આજે વધુ 2 કોરોનાના કેસ નોંધાયા, આજના કુલ કેસ 4

મોરબી : મોરબી શહેરમાં કરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાય રહ્યું છે અને કોરોનાના સંક્રમીતોની સંખ્યા વધી રહી છે. ત્યારે આજે બપોરે કોરોનાના 2 કેસ નોંધાયા બાદ ફરી પાછા વધુ કોરોનાના બે કેસ સામે આવ્યા છે. જેમાં દફ્તરી શેરીમાં રહેતા 39 વર્ષના યુવાન અને રવાપર રોડ પરની પ્રમુખ સોસાયટીમાં રહેતા 53 વર્ષના આધેડનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

મોરબીની દફતરી શેરીમાં રહેતા 39 વર્ષના યુવાનનું સદભાવના હોસ્પિટલ મોરબીમાથી સેમ્પલ લેવાયા બાદ આજે તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેમજ મોરબીના રવાપર રોડ પર આવેલ પ્રમુખ હાઈટ્સમા રહેતા 53 વર્ષના આધેડનું શ્યામ હોસ્પિટલ મોરબી ખાતેથી સેમ્પલ લેવાયા બાદ આજે તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

આ બન્ને દર્દીઓના સેમ્પલ પ્રાઇવેટ લેબોરેટરી સુપ્રા ટેક અમદાવાદ તરફથી પોઝિટિવ જાહેર કરવામાં આવેલ છે. હાલ બંને દર્દીની તબિયત સારી છે. આજે કોરોનાના 4 કેસ નોંધાયા છે અને મોરબી જિલ્લાના કોરોનાના કુલ 74 કેસ થયા છે.

આ સમાચારને શેર કરો