Placeholder canvas

ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાંકાનેરના સ્ટડી સેન્ટરનો બીજા વર્ષમાં પ્રવેશ

ડો બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું વાંકાનેર અમરસિંહ હાઇસ્કુલ કેમ્પસમાં સ્ટડી સેન્ટર એક વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવ્યું હતું. તેમને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.

આંબેડકર યુનિવર્સિટીમાં જે લોકો રેગ્યુલર હાજરી આપી શકે તેમ નથી અથવા ધંધો કે નોકરી સાથે તેમને વધુ અભ્યાસ કરવો છે તેવા લોકો તેમજ મોટી ઉંમરના લોકો જેમને વધુ અભ્યાસની ઈચ્છા હોય તેવા લોકો માટે આ ઓપન યુનિવર્સિટી આશીર્વાદરૂપ છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં નીચે મુજબના અભ્યાસક્રમો થઈ શકે છે.

BPP ( સનાતક કક્ષા પૂર્વેનો અભ્યાસક્રમ) :- આ અભ્યાસક્રમમાં જે વ્યક્તિને વાંચતા લખતા આવડતું હોય અને તેમની ઉંમર 18 વર્ષ પૂરી થઈ ગઈ હોય કેવી વ્યક્તિ કરી શકે છે. આ અભ્યાસક્રમ છ મહિનાનો છે.

સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો:- B.A , B.COM

અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો:- M.A.

વાંકાનેર સ્ટડી સેન્ટર:- અમરસિંહજી હાઈસ્કૂલ કેમ્પસ, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર.

વધુ માહિતી માટે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન સ્ટડી સેન્ટરના કો ઓર્ડીનેટર પ્રો. શીતલબેન શાહનો સંપર્ક કરવો…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો