મોરબીમાં વધુ 2 કોરોનાના કેસ નોંધાયા, જિલ્લામાં કુલ કેસનો આંકડો 72 પર
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/06/IMG-20200616-WA0008-1020x1024.jpg)
મોરબી : મોરબી શહેરમાં આજે બપોરે વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પતિ-પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી તાલુકામાં કુલ કેસ 51 અને મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 72 થઈ ગયો છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/06/IMG-20200616-WA0007-1024x1024.jpg)
મોરબી શહેરમાં આજે નવા નોંધાયેલા બે કેસની મળતી વિગત મુજબ મોરબીના કેનાલ રોડ પર રામકો બંગલો પાછળ આવેલા ગજાનંદ પાર્કમાં ગજાનંદ પેલેસ-104માં રહેતા રાજેશભાઇ નારણભાઇ ગાંભવા (ઉ.42), અને તેમના પત્ની દમયંતીબેન રાજેશભાઇ ગાંભવા (ઉ.37)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓના રાજકોટની ખાનગી હોસ્પિટલ દ્વારા સેમ્પલ લઈ અમદાવાદની ખાનગી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. હાલ તેઓ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને તેમની તબિયત પણ સારી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/IMG-20200703-WA0006-1024x589.jpg)
આજના આ બે કેસ સાથે એકલા મોરબી તાલુકામાં કુલ કોરોના કેસની સંખ્યા 51 થઈ ગઈ છે. આમ કોરોનાએ એકલા મોરબીમાં જ અડધી સદી પુરી કરી લીધી છે. જ્યારે આજના બે કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 72 થઈ ગયો છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/advt-gif.gif)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)