દિવમાં એકાએક બે ઇંચ તોફાની વરસાદ ખાબક્યો
દિવ: તા.2 મહા વાવાઝોડાને પગલે દિવ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. દિવમાં એકાએક બે ઇંચ તોફાની વરસાદ ખાબક્યો છે. સતત વરસાદને પગલે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં અને જગ્યાએ પાણી ભરાયા હતા જેથી રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
ભાવનગર સહીત સોરાષ્ટ્ટ પંથક માં મહા વાવાઝોડા ની અસર વધુ અસરકારક બની છે. સવારમાં ભાવનગરમાં ભારે વરસાદ પડ્યા બાદ બપોરના અમરેલી નો દરિયો તોફાની બન્યો છે.ગીર સોમનાથ, ઉના, રાજુલા, જાફરાબાદ, દીવ, દમણમાં તોફાની પવન વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડયો છે. તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યુ છે. તા.૬ થી ૮ ની વચ્ચે આવનારું વાવાઝોડું તેની અસર ૪ દિવસ પહેલા દેખાવા લાગી છે.