દક્ષીણ ગુજરાતમાં હવામાનમાં પલટો, ગાજવીજ સાથે વરસાદ
વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોની ચિંતામાં વધારો બાગાયતી પાકોને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાનની ભીતિ
વહેલી સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અચાનક હવામાનમાં પલટા સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. કાળા ડિંબાગ વાદળો વચ્ચે ઠંડા પવનો સાથે શરૂ થયેલા વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકોમાં મોટા પ્રમાણમાં નુકશાનની આશંકા સેવાઈ રહી છે બીજી બાજુ ‘મહા’ વાવાઝોડાની અસર દરિયા કિનારા વિસ્તારને એલર્ટ આપવામાં આવ્યુ છે
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ સાથે કાળા ડિબાંગ વાદળો વાતાવરણ ખુશનુમા બન્યું છે, સુરત શહેર જાણે હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ વચ્ચે ઠંડા પવનો ફૂંકાતા લોકોને વરસાદ સાથે ઠંડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. જોકે, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદને લઇ દક્ષિણ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાં ચીકુ અને કેરીના પાકને ફૂલો આવતા હોય છે પણ વરસાદને પગલે આ બન્ને પાકમાં વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
આગામી દિવસમાં ‘મહા’ વાવાઝોડાની શક્યતાને લઈ તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે અને દરીયાખેડુંઓને દરિયો ખેડવાની ના પાડવામાં આવી છે. આગામી ૫ થી ૭ નવેમ્બર દરમિયાન ‘મહા’ વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાં આવે તેવી શક્યતા વચ્ચે તંત્ર સાબદું કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સુરત સહિત તાપી નવસારી વલસાડ આહવા ડાંગ સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વર્ષે તેવી શક્યતાઓ છે. જોકે શિયાળામાં વરસી રહેલા વરસાદને લીધે સૌથી વધુ નુકસાની જગતના તાતને વેઠવાનો વારો આવ્યો છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…