Placeholder canvas

રાજકોટ: કુવાડવા રોડ પર ત્રિપલ અકસ્માત: ઇજનેર યુવાનનું મોત

રોંગ સાઇડમાં ધસી આવેલા ડમ્પરે ઇકોને હડફેટે લીધા બાદ બાઇકને ઠોકરે લીધુ : ઇકોમાં બેઠેલી ત્રણ મહિલાને ઇજા : બાઇક ચાલક ઇજનેર યુવાન નાતાલની રજામાં આવ્યા બાદ પરત અમદાવાદ નોકરીએ જતો હતો.

રાજકોટ: શહેરની ભાગોળે કુવાડવા રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ નજીક ત્રિપલ અકસ્માતમાં ધ્રોલના લત્તીપર ગામના ઇજનેર પટેલ યુવાનનું કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. આ યુવક અમદાવાદ કોર્પોરેશનમાં સિવિલ ઇજનેર તરીકે ફરજ બજાવતો હતો.

અહીં સવારના સુમારે રોંગ સાઇડમાં ધસી આવેલા ડમ્પરે ઇકોને હડફેટે લીધા બાદ બાઇકને ઠોકરે લીધુ હતું. જેમાં ઇકોમાં સવાર ત્રણ મહિલાઓને ઇજા પહોંચી હતી. જયારે બાઇક ચાલક ઇજનેર યુવાનનું મોત થતાં પટેલ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. અકસ્માતની ઘટના અંગે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ આજરોજ સવારના સુમારે કુવાડવા રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ નજીક રોંગસાઇડમાં ધસી આવેલા ડમ્પર નંબર જીજે 03 એટી 3647ના ચાલકે પ્રથમ ઇકો નંબર જીજે 03 બીડબલ્યુને હડફેટે લીધા બાદ અહીંથી પસાર થતાં બાઇકને ઠોકરે લીધુ હતું. જે બાઇક ચાલક ધ્રોલના લત્તીપર ગામે રહેતા પટેલ યુવાન મયુર યોગેશભાઇ ચભાડીયા (ઉ.વ.26)ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. જયારે ઇકોમાં સવાર વનિતાબેન આલાભાઇ ધાડવી (ઉ.વ.50) રહે. નવાગામ આણંદપર, હંસાબેન વેલજીભાઇ મેર (ઉ.વ.40) રહે.ગંજીવાડા મહાકાળી ચોક રાજકોટ તેમજ પ્રભાબેન પૂનાબેન જાદવ (ઉ.વ.50) રહે.માંડાડુંગર પીઠડઆઇ સોસાયટી શેરી નં.3ને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

આ સમાચારને શેર કરો