રાજકોટ: અશોક ગાર્ડન પાસે લુંટના ઇરાદે વૃઘ્ધ પર હુમલો
રાજકોટનાં મવડી પાસે આવેલા અશોક ગાર્ડન પાસે ચાલીને જતાં વૃઘ્ધને આંતરીને અજાણ્યા શખ્સે હુમલો કરી લૂંટનો પ્રયાસ કરવામા આવ્યો હતો. લૂંટારાને લોકોએ પકડીને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીને દબોચી લીધો હતો.
બનાવની મળેલ માહિતી મુજબ મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા અશોક ગાર્ડન પાસે આજે બપોરના સમયે ચાલીને જઇ રહેલા વૃધ્ધને આંતરીને એક શખ્સે વૃઘ્ધ પર હુમલો કરી દીધો હતો અને તેની પાસેથી મોબાઇલ લૂંટીને જતાં લોકોના ટોળા એકત્રીત થયા હતા.
લૂંટ ચલાવીને ભાગી રહેલા શખ્સને લોકોએ દબોચીને બેસાડી દીધો હતો. સ્થાનીકોએ તુરંત જ માલવીયા પોલીસ મથકને જાણ કરતાં પીસીઆર વેન આવી ગઇ હતી અને આરોપીને પોલીસ મથકે લઇ જવાયો હતો. જયારે ઘવાયેલા વૃઘ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે.