મિતાણા પાસે કાર, ટ્રક અને એસટી બસ વચ્ચે ટ્રીપલ અકસ્માતમ

રાજકોટ – મોરબી હાઇવે ઉપર મિતાણા નજીક સવારે દસેક વાગ્યાના આસપાસ ટ્રીપલ અકસ્માત સર્જતાં ટ્રાફિકને જામ થઈ ગયો હતો. જો કે સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે.

આ અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ – મોરબી હાઇવે ઉપર મિતાણા પાસે સવારે દશેક વાગ્યાની આસપાસ એસટી બસ, ટ્રક અને મારુતિ આર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રક પલ્ટી મારી રોડથી નીચે ઉતરી ગયો હતો. સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી, આ અકસ્માતમાં ટ્રક ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી થઈ છે.

આ સમાચારને શેર કરો