મોરબીના ડીવાયએસપી બન્નો જોશીની બદલી, તમની જગ્યાએ એમ.આઈ. પઠાણ મુકાયા.

મોરબી : રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં આજે બદલી અને બઢતીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં મોરબીના ડીવાયએસપી બન્નો જોશીની પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે.

હાલ મોરબી જિલ્લાના વિભાગીય પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા બન્નો જોશીનું પગાર ધોરણ લેવલ 10 થી વધારીને 11 કરીને તેમને રાજકોટની મધ્યસ્થ જેલમાં પોલીસ અધીક્ષક તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે સામે મોરબીમાં નાયબ પોલીસ અધિક્ષક એસ.સી./એસ.ટી. સેલ તરીકે પોલિસ ઈન્સ્પેકટરમાંથી પ્રમોશનલ મેળવેલા એમ.આઈ. પઠાણને મુકવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો