વાંકાનેર: જુગારધામ ઉપર દરોડો: 39 બોટલ દારૂ અને 6 શખ્સ પકડાયા
વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડીને જુગાર રમતા 6 શખ્સોને પકડી પાડ્યા હતા. આ સાથે ઘરની જડતી લેતા તેમાંથી 39 બોટલ વિદેશી દારૂ પણ પકડાયો હતો. હાલ આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી ચલાવી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર સિટી પોલીસે મળેલી બાતમીના આધારે સિવિલ હોસ્પિટલ સામે આવેલા રાજુભાઇ નાનુભાઈ કક્કડના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડીને રાજુભાઇ નાનુભાઈ કક્કડ ઉ.વ. 51, યુવરાજસિંહ બળવંતસિંહ ઝાલા ઉ.વ. 40, અરજણભાઈ રવાભાઈ લાંમકા ઉ.વ.40, અશોકભાઈ છગનભાઇ માણસુરીયા ઉ.વ.44, ચેતનભાઈ નાનજીભાઈ ગોહેલ ઉ.વ.27 અને હરિશ્ચંદ્રસિંહ હરપાલસિંહ ઝાલા ઉ.વ. 35ને રૂ. 74,600ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.
આ વેળાએ પોલીસે રાજુભાઇ નાનુભાઈ કક્કડના ઘરની જડતી પણ લીધી હતી. જેમાં રૂ. 11,700ની કિંમતનો 39 બોટલ વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો. આ મામલે હાલ વાંકાનેર સિટી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી ચલાવી છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…