Placeholder canvas

વાંકાનેર સબ રજિસ્ટ્રારને 5 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતી મોરબી એ.સી.બી.

વાંકાનેર: મામલતદાર કચેરીમાં સબ-રજિસ્ટ્રારમાં ફરજ બજાવતા સંજય કાંતિલાલ મહેતાને તેની જ ચેમ્બરમાં રૂપિયા પાંચ હજારની લાંચ લેતા મોરબી એસીબી એ સ્થળ પર જ રંગે હાથે પક્કડી પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એક જાગૃત નાગરિક મકાન લે વેચનું કામ કરતા હોય અને ગત તા. ૧૧/૦૯/૨૦૧૯ વેચેલ જેનો દસ્તાવેજ કરી આપવા રુ.૪૦૦૦૦/ ની લાંચની માંગણી કરી હતી. અંતે રુ.૧૦૦૦૦/-માં ડિલ ફાઇનલ થઈ હતી. ત્યારે ફરિયાદીએ જે તે સમયે રુ.૫૦૦૦ આપી દીધેલ હતા. જ્યારે બીજો રુ.૫૦૦૦ નો હપ્તો બાકી રહેતા સબ રજિસ્ટ્રાર ઉઘરાણી કરતા હોય, જે રકમ ફરિયાદી આપવા માંગતા ન હોઈ તેમના દ્વારા એસીબીમાં ફરિયાદ કરવામાં આવેલ હતી.

જે ફરિયાદને લઈ એસીબી અધિકારી એમ.બી.જાની પો.ઇન્સ.મોરબી તેમની ટીમ સાથે મદદનીશ નિયામક એચ.પી.દોશીની નિગરાણી હેઠળ છટકું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં વાંકાનેર મામલતદાર કચેરીમાં સબ-રજિસ્ટ્રારને લાંચ ની રમક રૂ પાંચ હજાર લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો.તેમજ એસીબી દ્વારા તે પાંચ હજારની રકમ રિકવરી કરેલ છે.

વધુ મળેલી માહિતી મુજબ સંજય મહેતા ને હવે નોકરી માં જાજો સમય બાકી ન હતો અને થોડા સમયમાં નિવૃત્ત થનાર હતા. લાંચની લાલચે તમની સમગ્ર નોકરી ઉપર પાણી ફેરવી દીધું છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો