વાંકાનેર: ગારિડા પાસે અચાનક ટ્રક ભળભળ સળગ્યો, જુવો વિડિયો…
By Altaf Bloch -Wankaner
વાંકાનેર 27 નેશનલ હાઈવે પર આવેલ ગારિડા ગામ પાસે આજે સાંજના સમયે રાજકોટ થી વાંકાનેર તરફ આવતો એક ટ્રક અચાનક સળગી ઉઠયો હતો ડ્રાઇવરે ટ્રકને સાઈડમાં ઉભો રાખીને ડ્રાઇવર અને કલીનર નીચે ઉતરી ગયા હતા.
મળેલ માહિતી મુજબ આ ટ્રક વાંકાનેરના એસ.એસ.જે. ગ્રુપનો છે તેમના માલિક મેસરીયા ગામના જાહીદભાઇ શેરસિયા હોવાની માહિતી મળેલ છે. વધુ મળેલી માહિતી મુજબ આ ટ્રકમાં સુરત થી રાજકોટનો માલ ભરીને લાવવામાં આવ્યો હતો રાજકોટથી ખાલી કરીને ખાલી ટ્રક વાંકાનેર આવી રહી હતો. આ ટ્રકમાં ગારીડા ગામ પાસે અચાનક આગ લાગી ગઈ હતી અને આ જોતા ગામના લોકો પાણી સાથે દોડી આવ્યા હતા અને ટ્રકમાં લાગેલી આગ બુઝાવી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી…