કુવાડવા: બેટીમાં પાઇપ અને કુહાડી વડે મારામારી: ચારને ઇજા
હીરાસરનો યુવાન બેટી ગામે વેરો ભરવા ગયા બાદ અહીં બેઠેલા શખ્સો સાથે બોલાચાલી થયા બાદ મારામારી: માતા-પુત્ર સામાપક્ષે પિતા-પુત્રને ફ્રેક્ચર સહિતની ઇજા…
કુવાડવા પાસેના બેટી ગામે પાઇપ અને કુહાડી વડે બઘડાટી બોલી હતી,જેમાં કોળી માતા-પુત્ર તેમજ સામાપક્ષે પિતા-પુત્રને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.કોળી યુવાન ગામમાં વેરો ભરવા ગયો હતો દરમિયાન બોલાચાલી થતા બાદમાં મારમારી થઈ હતી.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/IMG-20200703-WA0005-1024x589.jpg)
મારમારીની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, બેટી રામપરામાં રહેતા રાજેશ માનસિંગભાઈ કાંજીયા (ઉ વ 30) દ્વારા કુવાડવા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માનસિંગ ઉર્ફે માનકો કોળી તથા તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયાદીની માતાને સતીષ બાબતે પૂછતાં તેનો કોઈ જવાબ ન આપતા ઝઘડો કરી માનકાએ ફરિયાદીના માતા વિનુબેન (ઉ.વ 50) ને કુહાડી મારતા કપાલના ભાગે ઇજા પહોંચી હતી.ફરિયાદી રાજેશ વચ્ચે પડતા અન્ય આરોપીઓએ તેને પણ પાઇપ વડે મારમાર્યો હતો.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/IMG-20200716-WA0018-1024x576.jpg)
સામાપક્ષે નવાગામ આણંદપરમાં શક્તિ સોસાયટી શેરી ન.4 માં રહેતા માનસિંગ મોહનભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે હરેશ સામત સોલંકી, સતીષ, રાજુ અને જેનોનું નામ આપ્યું છે.કોળી આધેડના જણાવ્યા મુજબ તેનો પુત્ર અશોક હીરાસરમાં આવેલા તેના મકાનનો વેરો ભરવા ગયો હતો.ત્યારે આરોપી સાથે બોલાચાલી થતા ફરિયાદી સમજાવવા ગયા હતા
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/advt-gif.gif)
દરમિયાન આરોપીઓએ પાઇપ વડે હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો.તેમજ તેમના પુત્ર પર કુહાડી વડે હુમલો કરી નાકમાં ફેક્ચર કરી નાખ્યું હતું. બનાવ અંગે પોલીસે સામસામી ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/PicsArt_01-22-11.14.18-1024x914-1.jpg)
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)