PSI સામે બંદુક તાકનાર ચોટીલા ધારાસભ્યનાં ભત્રીજાની ધરપકડ

ચોટીલાના MLAના કૌટુંબિક ભત્રીજાએ PSI ઉપર બંદુક તાકી કારમાં MLA ગુજરાત લખેલી પ્લેટ લગાવી પોલીસ સમક્ષ રોફ જમાવતા હતા અને દંડ નથી ભરવો, આ કાર MLA ની છે, તમે રોકી ન શકો. કહી કાર સાથે ભાગી ગયા હતા રાજકોટમાં એક સપ્તાહ પહેલા 30 ડિસેમ્બરના રોજ સાંજે એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમ રાજકોટ – અમદાવાદ હાઇવે પર બામણબોર ચેકપોસ્ટ પર 31 ડિસેમ્બર અંતર્ગત વાહન ચેકિંગમાં હતી.

દરમિયાન એક કારનો ચાલક અને સાથેનો અજાણ્યો શખ્સ PSIની ફરજમાં રૂકાવટ કરી ગાડી ન રોકી, દંડ ન ભરી કાર લઇ ભાગી ગયો હતો. જે તે વખતે ફરિયાદ નોંધાઇ નહોતી. જોકે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતા એરપોર્ટ પોલીસ મથકમાં કારના ચાલક સહિત બે શખસ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે બે શખસોની ધરપકડ કરી આર્મ્સ એક્ટ તેમજ 307 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપીઓ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના કૌટુંબિક ભત્રીજા હોવાનું અને કારમાં MLA ગુજરાતની પ્લેટ રાખતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને પાસેથી રિવોલ્વર, કાર અને જીવતા કાર્ટીસ કબ્જે કર્યા હતા. PSI આર. એન. સાંકળિયાની ફરિયાદ પરથી એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી આરોપી કૃણાલ સંજયભાઈ મકવાણા અને પ્રશાંત સંજયભાઈ મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં આરોપીઓએ PSI સાથે ફરજ રુકાવટ કરી અને તારાથી ગાડી રોકાય જ કેમ કહી બોલાચાલી કરી મારી નાખવાના ઇરાદે ગેરકાયદેસર હથિયાર ઉપર તાકી હોવાનું સામે આવતા પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ ઈંઙઈ કલમ 307, 186, 114 તથા આર્મ્સ એક્ટ 25 ( 1 ) ( એ ) ( બી ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી એક એન્ડેવર કાર તેમજ રિવોલ્વર તથા જીવતા કાર્ટીસ સાથે કુલ 10 લાખ 50 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

આ સમાચારને શેર કરો