Placeholder canvas

આજે ગોપાલ ઇટાલીયા,સાફીન હસન અને અયુબ માથકિઆનો જન્મદિવસ.

આજેઆજે ગોપાલ ઇટાલીયા, સાફીન હસન અને અયુબ માથકિઆનો જન્મદિવસ છે.

ગોપાલભાઈ ઇટાલીયા

આજે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ અને સામાજિક કાર્યકર ગોપાલભાઈ ઇટાલીયાનો જન્મદિવસ છે. ગોપાલભાઈ ઇટાલીયાનો જન્મ 21મી જુલાઈ 1989 માં બોટાદમાં થયો હતો. તેઓએ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં પોલિટિકલ સાયન્સ ઉપર ગ્રેજયુશન કર્યું છે. તેઓએ એક સામાજિક કાર્યકર્તા તરીકે કામગીરીની શરૂઆત કરી હતી. તેઓએ શરૂ કરેલ “કાયદા કથા” ખૂબ જ લોકપ્રિય થઈ હતી અને લોકો તેમને સાંભળવા આવતા હતા. હાલમાં તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે અને ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ છે. તેઓ હાલ રાજકીય રીતે ખૂબ સક્રિય છે અને આમ આદમી પાર્ટીનું નામ અને કામ ગુજરાતના લોકો સુધી પહોંચાડવામાં તેમનો સિંહ ફાળો છે.

સાફિન હશન

સાફીન હસનનો જન્મ 21 જુલાઈ 1995 ના રોજ ગુજરાતના પાલનપુર જિલ્લાના કાનોદર ગામમાં થયો હતો. તેઓ એક મધ્યમ વર્ગી પરિવારમાંથી આવે છે. તેઓએ ખૂબ મહેનત અને સંઘર્ષ કરીને યુપીએસસી એક્ઝામ સોલ્વ કરી ને ભારતના સૌથી નાની વયના આઇપીએસ ઓફિસર બન્યા છે. તેઓ ગુજરાત કેડર 2019 ના સંદી અધિકારી તરીકે ગુજરાતના જામનગરમાંથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ એક સારા વક્તા છે અને હાલમાં તેઓ પોલીસ ઉચ્ચ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે.

અયુબ માથકીઆ

અયુબ માથકિઆનો જન્મ 21 મી જુલાઈ 1971 ના રોજ ગુજરાતના મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખીજડીયા રાજ ગામમાં થયો હતો, તેઓ એક મધ્યમ વર્ગી પરિવારમાંથી આવે છે. તેઓના પિતાનો વ્યવસાય ખેતી છે. તેમને ખીજડીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીને વાંકાનેરની અમરસિંહ હાઇસ્કુલમાં ધો.10 સુધી અભ્યાસ કરીને બાદમાં રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલમાં ધો.12 પાસ કરીને રાજકોટની જસાણી કોલેજમાં સોશિયલ સાયન્સ ઉપર ગ્રેજ્યુશન કર્યું બાદમાં બી જે એમ સી (બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન) રાજકોટની હિરાણી કોલેજમાં કર્યું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોશિયલ સાયન્સ ઉપર એક્સનલ એમ.એ કરેલ છે.

તેઓ ખૂબ સંઘર્ષ કરીને અભ્યાસ કર્યો છે અને 15 મી ઓગસ્ટ 1994માં વાંકાનેરમાં કપ્તાન નામનું સાપ્તાહિક શરૂ કર્યું છે, જે આજે પણ ચાલુ છે. પરંતુ તેમાં હવે ઘણું બધું અપડેટ આવ્યું છે. કપ્તાની હાલમાં વેબ પોર્ટલ ચેનલ કાર્યરત છે અને કપ્તાન ન્યુઝ એ વાંકાનેર નું સૌથી પહેલું, મોટું અને સૌથી વધુ વંચાતું વેબ પોર્ટલ છે. તેમના સમગ્ર સૌરાષ્ટ્રમાં લાખો વાંચકો છે. હાલમાં કપ્તાનના તંત્રી મુદ્રા માલિક અને પ્રકાશક તરીકે તેઓ કાર્યરત છે.

ગોપાલભાઈ ઇટાલીયા અને સાફીન હસનને કપ્તાન પરિવાર તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…

નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો.

https://www.facebook.com/kaptaannews

આ સમાચારને શેર કરો