skip to content

મોરબીમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા, આજના કુલ 5 કેસ…

મોરબી : મોરબીમાં કોરોનાનો સંક્રમણ ચાલુ જ રહ્યુ છે. આજે બે કેસ નોંધાયા બાદ સાંજના વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. મોરબીના માધાપર વિસ્તારના 65 વર્ષના વૃદ્ધ, ખરેડા ગામના 58 વર્ષના આધેડ તથા મોરબીના રવાપર રોડ પરની વિધુત પાર્ક શેરીમાં રહેતા 58 વર્ષના આધેડ કોરોનાથી સંક્રમિત થયા છે.

આજે મોરબીમાં વધુ ત્રણ કોરોનાના કેસ નોંધાયા છે. આ કેસની તંત્ર પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સિવિલ હોસ્પિટલ મોરબીમાથી લેવાયેલ સેમ્પલ પૈકી ના 2 રીપોર્ટ પોઝીટીવ જાહેર થયા છે, મોરબીના માધાપરના 65 વર્ષ પુરુષ લાલજીભાઈ વેલજીભાઈ હડિયલ અને ખરેડા ગામના 58 વર્ષ પુરુષ ચંદુભાઈ નારશીભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને દર્દી હાલ સિવિલ હોસ્પિટલ મોરબીમા દાખલ છે.

આ ઉપરાંત મોરબીના વિદ્યુત પાર્ક સોસાયટી-રવાપર વિસ્તારમા રહેતા 58 વર્ષના પુરુષ શાંતિલાલ હરિભાઈ કાસુન્દ્રાનું સ્ટાર સીનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતેથી લેવાયેલ સેમ્પલ સુપ્રા ટેક અમદાવાદ તરફથી પોઝિટિવ જાહેર કરવામાં આવેલ છે. હાલ દર્દીની તબિયત સારી છે. આ ત્રણ કેસ નોંધાતા આરોગ્ય તંત્રએ તકેદારીના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કેસ 63 થયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો