મોરબી: નહેરૂગેટ વિસ્તારના કોરોનાગ્રસ્ત આધેડનું મૃત્યુ, જિલ્લાનો મૃત્યુઆંક 4
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ તો સતત વધી રહ્યુ છે. જેમની સાથોસાથ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ગઈકાલે નહેરૂગેટ વિસ્તારના કોરોનાગ્રસ્ત આધેડનું રાજકોટ ખાતે મોત નીપજ્યું છે. મોરબી જિલ્લામાં કોરોનાના કારણે આ ચોથું મોત થયુ છે.
આ અંગે મળેલી માહિતી મુજબ મોરબી શહેરના નહેરૂગેટ વિસ્તારમાં રહેતા 48 વર્ષીય રમણિકભાઈ પિત્રોડાનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેઓનો ગત તા. 26 જૂનના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયેલ હતો. તેમજ તેઓ લાંબા સમયથી ડાયાબિટીસની બીમારીથી પીડિત હતા. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના દર્દીઓના મોતનો આંક 4 પર પહોંચ્યો છે.