Placeholder canvas

વાંકાનેર: મહીકા ગામમાં હડકાયુ કૂતરુ બે મહિલાઓને કરડ્યુ

વાંકાનેર: 27 નેશનલ હાઈવે પર આવેલ મહીકા ગામમાં આજે એક કૂતરુ હડકાયુ થયું હતું અને ગામમાં અને ગામની આસપાસ સતત રખડતુ હતુ. જે બે મહિલાઓને કરડ્યું હતું.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામે આજે એક કૂતરું હડકાયું થયું હતું અને આ ઘટનાથી અજાણ એવા બે મહિલાઓને કરડ્યુ હતુ. જેમાંથી એક મહિલા પોતાના ઘર પાસે બજાર માં ચાલ્યા જતા હતા અને પાછળથી કૂતરાએ બટકુ ભરી લીધુ હતું જ્યારે અન્ય એક મહિલાને ફળીમાં જઈને બટકું ભરી લીધું હતું.

મહિકા ગામમાં શેરસીયા મરિયમબેન ઇબ્રાહીમભાઇ (ઉ.વ. 60) અને બાદી મરિયમબેન હુસેન જીવાભાઈ (ઉ.વ.60) ને હડકાયું કુતરૂં કરડતા 108ને ફોન કરીએ અને બોલાવવામાં આવી હતી આ બંને મહિલાઓને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો