Placeholder canvas

વાંકાનેર: પીપળીયારાજ PHCમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર હરીફાઈ યોજાઇ.

    વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની પીપળીયારાજ તાલુકા શાળા ખાતે મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીપળીયારાજના સહયોગથી લોકોમાં તમાકુ વિરોધી જન જાગૃતિ આવે તે હેતુસર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.

       તમાકુ નિષેધ ચિત્ર હરીફાઈમાં ૫૦ જેટલા બાળકોએ લાભ લીધેલ તેમાંથી વિજેતા થનાર  ત્રણ વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ અને સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓ ને નાસ્તો કરાવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે તમાકુનું દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અબ્દુલભાઈ બાવરા, મેડીકલ ઓફિસર ડો.તન્વીર શેરસિયા ,RBSK M.O. ડો.રવિરાજ મકવાણા , જિલ્લા પંચાયત તમાકુ નિયંત્રણ કર્મચારી તેહાન શેરસીયા, DIECO ગાંભવાભાઇ ,SHA કૈલાભાઈ, TMPHS માથકીયાભાઈ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીપળીયારાજ અને RBSK ટીંમના કર્મચારી હાજર રહયા હતા.


 

આ સમાચારને શેર કરો