વાંકાનેર: ઢોર વાડીમાં ઘુસી જવા મામલે આધેડ ઉપર હુમલો

વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે ઢોર વાડી-ખેતરમાં ઘુસી જવા મામલે આધેડ ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આધેડે ત્રણ શખ્સો સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના કુભારપરા શેરી નં. ૨માં રહેતા હમીરભાઇ કાથડભાઇ હણ (ઉ.વ. ૫૨) એ આરોપીઓ રમેશભાઇ કાથડભાઇ હણ, વીજયભાઇ રમેશભાઇ હણ, રણધીરભાઇ રમેશભાઇ હણ (રહે. ત્રણેય વાંકાનેર કુભારપરા ભઠીઓ પાસે) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧ના રોજ તીથવા ગામની સીમમાં આરોપીઓના ઢોર અવારનવાર ફરીયાદીના પડતર વાડી ખેતરમાં ધુસી જતા હોય જે બાબતે તેઓને અગાઉ ઠપકો દેતા ઝગડો તકરાર થયો હોય તેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી લાકડી ધોકા વડે બન્ને હાથ પગમાં મારમારી જમણા હાથના હાડકામાં ફેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  • 455
  •  
  •  
  •  
  •  
  •  
    455
    Shares