Placeholder canvas

મોરબી જિલ્લામાં અનલોક-4 અંગેનું અધિક કલેકટરનું સતાવાર જાહેરનામું પ્રસિદ્ધ

આજથી દુકાનો ખુલ્લી રાખવાની સમયમર્યાદા હટાવાઈ, તા.21થી ધો.9થી 12ના છાત્રો સ્વૈચ્છિક રીતે સ્કૂલે જઈ શકશે, બાગ- બગીચા ખોલવાને છૂટ

મોરબી : મોરબી જિલ્લામાં અનલોક-4 અંગે અધિક જિલ્લા કલેકટર કેતન જોશીએ આજે સતાવાર રીતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમા દુકાનો ખોલવા માટે જે સમય મર્યાદા રાખવામાં આવી હતી. તેને આજથી હટાવવામાં આવી છે. આ ઉપરાંત બાગ બગીચાઓ ખોલવાને પણ છુંટ આપવામાં આવી છે.

જાહેરનામામાં જણાવાયું છે કે તા.21 સપ્ટેમ્બરથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવનાર એસઓપી અનુસાર કન્ટેઇન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધો. 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે શિક્ષકોના માર્ગદર્શન અર્થે વાલીની લેખિત પૂર્વમંજૂરી મેળવી શાળાએ જઈ શકશે. આ સાથે સ્કિલ ડેવલોપમેન્ટ ટ્રેઇનિંગ સેન્ટરો પણ એસઓપી અનુસાર શરૂ કરી શકાશે. પીએચડી અને અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટના ટેકનીકલ એન્ડ પ્રોફેશનલ પ્રોગ્રામ કે જેમાં લેબ અથવા એક્સપિરિમેન્ટલ વર્ક જરૂરી હોય તે અંગે ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન દ્વારા ગૃહ મંત્રાલયના પરામર્શમાં નિર્ણય લેવામાં આવશે.

સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક- રાજકીય સમારોહને તા.21 સપ્ટેમ્બરથી 100 વ્યક્તિની મર્યાદામાં છૂટ તકેદારીના પગલાં સાથે આપવામાં આવશે. જ્યારે લગ્ન સમારોહમાં 50 અને અંતિમવિધિમાં 20 વ્યક્તિઓની મર્યાદા તા.20 સપ્ટેમ્બર સુધી યથાવત રખાશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો