વાંકાનેર: રીસામણે બેસેલ ભાભીએ ઘરે આવી માથાકૂટ કરી

વાંકાનેર: રીસામણે બેસેલ ભાભી બાળકનું સર્ટીફીકેટ લેવાના બહાને પંચાસિયા ગામે ઘરે આવીને બે મહિલા સાથે બોલાચાલી કરી ઈજા કરી ધમકી આપી હોવાની ફરીયાદા નોંધાવી છે.

વાંકાનેરના પંચાસીયાના રહેવાસી લાલભાઈ મસાભાઈ ભૂભરીયા (ઉ.વ.૨૦) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી હાસુબેન માધાભાઈ નાગર તેના ભાભી થતા હોય જે રીસામણે હોય અને પુત્રનું નિશાળનું સર્ટીફીકેટ લેવા અને કપડા લેવા આરોપી હાસુબેન માધાભાઈ નાગર અને તેના માતા પ્રભાબેન માધાભાઈ નાગર રહે બંને થોરાળા તા. મોરબી વાળા આવીને સોનલબેન અને ટીગુબેન સાથે ઝઘડો કરી ગાળો આપી માર મારી સોનલબેનને ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •