હળવદમા આજે કોરોનાનો એક કેસ નોધાયો: મોરબી જિલ્લાનો ટોટલ 198
મોરબી જિલ્લામાં કોરોના કેસનું આજનું ખાતું હળવદમાં ખોલ્યું છે, હળવદના મયુરનગર રોડ પર આવેલ માધાપર ચબુતરા પાસે રહેતા વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે મોરબી જિલ્લાના કોરોનાના કુલ કેસ 198 થઇ ગયા છે.
હળવદના મયુરનગર રોડ પર આવેલ માધાપર ચબુતરા પાસે રહેતા 79 વર્ષના વૃદ્ધનો આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ગઈકાલે તેમને કોરોનાના લક્ષણો દેખાતા રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સેમ્પલ લઈને રિપોર્ટ અર્થે અમદાવાદ ખાનગી લેબમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે આજે તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે હળવદમાં કોરોના પોઝીટીવનો આંકડો 17 પર પહોંચ્યો છે અને મોરબી જિલ્લામાં કોરોનાના કુલ 198 કેસ થયા છે.