મોરબીમાં પોલીસ કર્મચારી સહિત બેનો કોરોનાએ ભોગ લીધો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ વધવાની સાથે કોરોનાથી મૃત્યુદર પણ ચિંતાજનક હદે વધી રહ્યો છે. જેમાં મોરબીના પોલીસ કર્મચારી સહિત બેનો કરોનાએ ભોગ લીધો હતો. કોરોનાગ્રસ્ત પોલીસ કર્મચારી અને વૃદ્ધાનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સાથે મોરબી જિલ્લા મૃત્યુઆંક 14 એ પહોંચી ગયો છે.

મોરબી જિલ્લામાં લોકડાઉન ખુલ્યા બાદ કોરોનાની ઝાડપ વધી છે. સાથોસાથ કોરોનાના લીધી મોત થવાના બનાવો પણ ચિંતાજનક હદે વધી રહ્યા છે. જેમાં ગતરાત્રે કોરોનાએ વધુ બે લોકોનો ભોગ લીધો છે. મોરબીના મકરાણી વાસમાં રહેતા અને જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સલીમભાઈ અજીજભાઇ મકરાણી (ઉ.વ.54)નો અગાઉ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગતરાત્રે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેથી, પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

આ ઉપરાંત, મોરબી રહેતા મંજુલાબેન લાલજીભાઈ આડેસરા (ઉ.વ.80) નામના વૃદ્ધાનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ વૃદ્ધાનો અગાઉ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમને સારવાર અર્થે રાજકોટ દાખલ કર્યા હતા. તેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી, મૃત્યુઆંક હવે 14 પર પહોંચી ગયો છે.

આ સમાચારને શેર કરો