૩૦૭ નાં ગુનાહમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ
પુણાગામ પોલીસે ૩૦૭ નાં ગુનાહમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરી
આજકાલ ટીકટોકનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે આ ટીકટોક પર અનેક લોકો પોતાનામાં રહેલી સ્કીલ નું પણ પ્રદર્શન કરતા હોય છે પરંતુ હવે આ ટીકટોક પર ગંદી ટીપણી અને જેમ ફાવે તેમ બફાટ કરાતા લોકો પણ જોવા મળે છે.
આજ ટીકટોકમા ચાલતો ટીપણીનાં કારણે થઈ હતી માથાકૂટ અને આ માથાકૂટ કરી હતી ટીકટોક સ્ટાર અને અનેક વિવાદમાં સપડાયેલી એવી કીર્તિ પટેલને ટીકટોકમાં વિડીયો બનાવતી વખતે એક યુવક સાથે કીર્તિએ કરી હતી માથાકૂટ જોકે કીર્તિ અને તેના મિત્ર દ્વારા એ યુવકને જીવલેણ માર માર્યો હતો જોકે માર મારી કીર્તિ અને તેનો મિત્ર ત્યાંથી રફુચક્કર થi ગયા હતા અને બાદમાં આ યુવાને સુરતના પુણાગામ ખાતે પોલીસ સ્ટેશનમાં કીર્તિ આને તેના મિત્ર વિરુધ ફરિયાદ નોધાવી હતી પુણાગામ પોલીસે ૩૦૭ નાં ગુનાહમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ની ધરપકડ કરી કાયદેશર ની કાર્યવાહી કરી હતી.